નવી દિલ્હીઃ તિબેટના ધાર્મિક ગુરુ દલાઈ લામાએ કહ્યું હતું કે ચીન હોય કે ભારત જો તેઓ યુદ્ધ કરશે તો એકબીજાને ક્યારેય પણ હરાવી નહીં શકે, માટે બંને દેશોએ સારા પાડોશીની જેમ સંપીને રહેવું જોઈએ. તેમણે ભારપૂર્વક હિન્દી-ચીની ભાઈ ભાઈની ભાવનાને આગળ વધારવા કહ્યું હતું. હાલની સ્થિતિમાં ના તો ભારત કે ના તો ચીન એકબીજાને હરાવી શકે છે. બંને દેશો શક્તિશાળી છે. બંને બાજુએથી ગોળીબારની ઘટનાઓ બને છે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. બંને દેશોએ સારા પાડોશી બનીને રહેવું જોઈએ. દરમિયાન બેઈજિંગ ફરીથી દલાઈ લામાની કોઈપણ દેશની મુલાકાતનો વિરોધ જારી રાખવાનો ફરીથી ઉચ્ચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તબિયત નાદુરસ્ત હોવાના કારણે લામાએ બોટ્સવાનાનો પ્રવાસ પડતો મૂક્યો હતો.