બેઈજિંગઃ ચીન અને નેપાળ તિબેટ અને કાઠમંડુને જોડતી ચાવીરૂપ રેલવે લાઈન બાંધવા સંમત થયા છે. નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીના મતે આ રેલવે હિમાલયની ઘાટીઓ વચ્ચે આવેલા નેપાળને જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની વૈકલ્પિક માર્ગ બનશે. કે પી ઓલી પાંચ દિવસની ચીનની યાત્રાએ ગયા છે. તેમણે પ્રમુખ જિનપિંગ અને વડા પ્રધાન લીની મુલાકાત કરી હતી અને હિમાલયન વિસ્તારમાં રેલવે બાંધવા સહિત ૧૪ કરાર કર્યા હતા.
નેપાળના વડા પ્રધાને ૨૦૧૬માં ભારત પર આધાર ઓછો રાખવા માટે ચીન સાથે નેપાળમાં માલ સામાનના પરિવહન માટે કરાર કર્યા હતા.
તિબેટ અને કાઠમંડુને જોડતી નવી સૂચિત રેલવે લાઈન તિબેટના ઝીગાઝમાં આવેલા જીરીંગ બંદરને નેપાળના પાટનગર કાઠમંડુ સાથે જોડાશે તે એક ચીની અખબારે જણાવ્યું હતું.