નવી દિલ્હી: પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે સીપીઈસી પ્રોજેક્ટમાં પીઓકેમાં ત્રણ મોટા માર્ગ પ્રોજેક્ટ શરૂ કરવા નિર્ણય લીધો છે. પાકિસ્તાન અને
ચીન અબજો ડોલરના ખર્ચે સીપીઇસી પ્રોજેક્ટનું વિસ્તરણ કરી રહ્યા છે. પાકિસ્તાને જે મોટી ત્રણ માર્ગ પરિયોજનાનો કોરિડોર પ્રોજેક્ટમાં સમાવેશ કરવા નિર્ણય લીધો છે તેમાં પીઓકેમાંથી પસાર થનારા વધારાના ૨૧૦ કિ.મી.ના માર્ગનો પણ સમાવેશ થાય છે. બંને દેશો અગ્રીમતાને ધોરણે તે દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. અન્ય બે પ્રોજેક્ટમાં સ્વાત એક્સ્પ્રેસ વે ફેઝ-૨ તેમ જ પેશાવર ડી.આઇ.ખાન મોટરવેનો સમાવેશ થાય છે.
પાકિસ્તાની મીડિયાએ જણાવ્યા મુજબ ૧૦મી જેસીસી બેઠકમાં રશાકાઈ સ્પેશિયલ ઇકોનમિક ઝોન (સેઝ) અને કારાકોરમ હાઇવે-૨ પ્રોજેક્ટ અંગે પણ વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે. બલૂચિસ્તાન પ્રાંતમાં સીપીઇસી પ્રોજેક્ટ સામે અસંતોષ વધી રહ્યો છે. સીપીઇસી બલૂચિસ્તાનમાંથી પસાર થાય છે. બલોચ જૂથોએ અર્ધલશ્કરી દળોની સુરક્ષા હેઠળ જઇ રહેલા તેલ અને ગેસ લાઇન કામદારોના કાફલા પર હુમલો કરતાં સાત સૈનિકો સહિત
કુલ ૧૪ લોકો માર્યા ગયા હતા. ગ્વાદરના ઓરમારા ગામે
તેલ એન્ડ ગેસ વિકાસ
કંપની લિમિટેડના
કામદારોને હુમલાખોરો નિશાન બનાવી રહ્યા છે.