બીજિંગઃ ભારતની સરહદ સાથે જોડાયેલા ચીન અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા વધી રહી છે, જે ભારત માટે જોખમરૂપ હોવાનું કહેવાય છે.
પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ચીનની સરહદે આવેલા કરામય શહેરમાં આયોજિત ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) ફોરમમાં બંને દેશ વચ્ચે ૧.૬ બિલિયન ડોલરના વધુ ૨૦ કરાર થયા છે.
સીપીઈસી ફોરમના સમાપન સમારંભમાં ૩૦૦ અધિકારીઓ અને કંપનીઓ, થિન્ક ટેન્ક્સ અને સામાજિક સંગઠનોના પ્રતિનિધિમંડળની હાજરીમાં આ કરાર કરવામાં આવ્યા હતા.
ચીનના શિનજિઆંગને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સાથે જોડવા માટે ૩૦૦૦ કિ.મી.ની લંબાઈ ધરાવતા આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા ૪૬ બિલિયન ડોલરનો ખર્ચ થશે.