કરાચીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલોચ વિદ્રોહીઓના ડરને પગલે હવે પાકિસ્તાન અને ચીને ગ્વાદર પોર્ટને પાકિસ્તાન-ચાઇના આર્થિક કોરિડોર યોજનાનું કેન્દ્ર બનાવવાનો નિર્ણય પડતો મુક્યો છે. ચીન અને પાકિસ્તાનની આ યોજના બલૂચિસ્તાનના વિદ્રોહીઓના નિશાના પર છે અને હુમલા પણ વધી રહ્યા છે.
ચીનની સીપીઆઇસી યોજના તેના બેલ્ટ એન્ડ રોડ યોજનાનો મહત્ત્વનો હિસ્સો છે. હાલમાં જ પાકિસ્તાન અને ચીન વચ્ચે કરાચી પોર્ટને ડેવલપ કરવાની યોજના પર સહમતી બની હતી. કરાચી શહેર સિંધ પ્રાંતની રાજધાની અને પાકિસ્તાનના આર્થિક વિકાસનું કેન્દ્ર પણ માનવામાં આવે છે.
જાપાની અખબાર નિક્કેઇના જણાવ્યા મુજબ પાકિસ્તાન તરફથી જારી માહિતી અનુસાર ચીન આશરે સાડા ત્રણ અબજ ડોલર આ યોજના પાછળ ખર્ચ કરવાનું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ આ અહેવાલોની ખાતરી કરી હતી.