બેઈજિંગઃ કોરોના વાઇરસની મહામારીમાંથી બહાર આવ્યા પછી ચીન પોતાના અર્થતંત્રને બહાર લાવવાની કવાયતમાં છે. ચીને લોન રિવર્સ રેપો રેટ (આરઆરઆર)માં ૦.૨૦ ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. કોરોનાને કાબૂમાં લીધા બાદ ચીનમાં લોકડાઉનની સ્થિતિ સદંતર હળવી કરાઈ છે. ચીનના તમામ હાઈ-વે ખોલાયાં છે અને કોરોનાથી પ્રભાવિત થયેલા શહેરોમાં પણ હવે રાબેતા મુજબ જનજીવન થાળે પડી રહ્યું છે. ચીનમાં કોરોનાથી લગભગ ૩૩૦૦ લોકોનાં મોત થયા હતાં, પણ હવે લોકોએ સસલાં-બતક અને ચામાચીડિયાને કાપીને કોરોના વાઈરસ સામે જીત મેળવ્યાની ઉજવણી તાજેતરમાં કરી હતી.