બેજીંગઃ ચીનમાં જીઆંગસુ પ્રાંતના યેનચેંગના ઔદ્યોગિક વિસ્તારમાં ખાતરની ફેકટરીમાં ૨૨મીએ જંગી વિસ્ફોટ થતાં ૪૭ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનામાં ૬૪૦ લોકો ઘવાયા હતા. પરિણામે પ્રમુખ શી જીનપિંગે બચાવ અને શોધની કામગીરીને ઝડપી બનાવવા ઓર્ડર કર્યો હતો. સરકારી ટેલિવિઝનના અહેવાલમાં જણાવાયું કે, આ ઘટનામાં ૪૭નાં મોત થયા અને સોથી વધુ લોકો ઘાયલ થયાં છે.
આ ઘટના સમયે જીનપિંગ યુરોપની પાંચ દિવસની મુલાકાતે હતા. તેમણે કહ્યું કે, દુર્ઘટનામાં ફસાયેલાઓને બચાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવા અને ગંભીર રીતે ઘાયલ થયેલાઓને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવા. દરમિયાન દેશમાં પ્રદૂષણને ઘટાડવા અને વિનાશને અટકાવવા માટે સખત કાયદાઓ બનાવવાની પણ માગ ઉઠી હતી.