ચીનના ચાંગ ઈ-૫ લુનાર પ્રોબે ચંદ્રની માટી-ખડકોમાં પાણીના પુરાવા શોધ્યા

Monday 17th January 2022 05:35 EST
 
 

બૈજિંગઃ ચીનના ચાંગ ઈ-૫ લુનાર પ્રોબ લેન્ડરે ચંદ્રની માટી અને ખડકોમાં પાણીના સૌપ્રથમ ઓન-સાઈટ પુરાવા શોધી કાઢ્યા છે, જે ઉપગ્રહની શુષ્કતા અંગે નવા પુરાવા આપે છે.
સાયન્સ મેગેઝિન 'સાયન્સ એડવાન્સીસ'માં પ્રકાશિત અભ્યાસ મુજબ ચાંગ ઈ-૫ લુનાર પ્રોબે ઉતરાણ કર્યું તે સ્થળ પર ચંદ્રની માટીમાં ૧૨૦ ભાગ પ્રતિ મિલિયન (પીપીએમ) પાણી એટલે કે પ્રતિ ટન ૧૨૦ ગ્રામ પાણી હોવાની સંભાવના છે અને એક વેસ્ક્યુલર ખડકમાં ૧૮૦ પીપીએમ પાણી હોવાની શક્યતા છે. આ સ્થળ પૃથ્વી કરતાં વધુ શુષ્ક છે.
રિમોટ ઓબ્ઝર્વેશન દ્વારા અગાઉ પણ ચંદ્ર પર પાણીની હાજરી હોવાની વાતને સમર્થન મળી ચૂક્યું છે, પરંતુ આ યાને હવે ખડક અને જમીનમાં સ્થળ પર જ પાણીના સંકેતો શોધી કાઢ્યા છે. લુનાર લેન્ડરના બોર્ડ પરની ડિવાઈસે રેગોલિથ અને ખડકના પરીક્ષણ કર્યા હતા અને સૌપ્રથમ વખત સ્થળ પર જ પાણી શોધી કાઢ્યું હતું.
ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ (સીએએસ)ના સંશોધકોને ટાંકીને સરકારી માલિકીની શિનહુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, પાણીના અણુ અથવા હાઈડ્રોક્સિલથી લગભગ ત્રણ માઈક્રોમીટર્સની ફ્રિકવન્સીથી અવશોષિત થતા હોવાથી પાણીની માત્રાનો અંદાજ લગાવી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter