શાંઘાઈઃ ચીને સૈન્યમાં મોટા ફેરફાર કર્યાં છે, ચીનમાં મોટા પ્રમાણમાં જવાનોને સૈન્યમાં ભરતી કરવામાં આવ્યા હતા. જોકે હવે નવી સ્ટ્રેટેજી મુજબ ચીને સૈન્યના જવાનોમાં કાપ મૂકી દીધો છે અને સંખ્યા અડધી કરી નાંખી છે. જોકે બીજી તરફ નેવી અને એર ફોર્સની સંખ્યામાં ધરખમ વધારો કરી દીધો છે. આ જાણકારી હોંગકોંગના મીડિયા સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે આપી હતી. સૈન્યમાં માત્ર જવાનો જ નહીં જે ઓફિસર છે તેમાં પણ ૩૦ ટકાનો કાપ મૂકી દીધો છે. સાંઘાઇમાં સ્થિત આર્મી નિષ્ણાતની લેક્ઝોંગે જણાવ્યું હતું કે ચીને જે નવી સ્ટ્રેટેજી અપવાની છે તેનાથી ન માત્ર ચીન ઉપરાંત અન્ય મિત્ર દેશોને પણ ફાયદો થશે. કેમ કે ચીન હવે નેવી અને એરફોર્સને અન્ય દેશોમાં મદદ માટે મોકલી શકશે.