નવી દિલ્હીઃ ભારતે એક જ વર્ષમાં બીજી વખત ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ સમીટનું આમંત્રણ નકારી કાઢ્યું છે. આ સમીટ ૨૬-૨૭ એપ્રિલે યોજાવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીની ઓથોરિટીએ ગયા મહિને ભારતીય વિદેશ મંત્રાલયને આમંત્રણ મોકલ્યું હતું. ભારતે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપીઇસી) પ્રોજેક્ટ પર નારાજગી દર્શાવી આમંત્રણ સ્વીકાર્યું નથી.
ભારતે કહ્યું કે, સીપીઇસીથી ભારતની સાર્વભૌમિકતાને જોખમ છે. ચીન તેના બહાને કાશ્મીરમાં પાકિસ્તાનની દખલ વધારવાનો પ્રયાસ કરે છે. ચીન માનતું હતું કે, ભારત બીઆરઆઇ પર પોતાનો મત બદલશે કારણ કે ગયા વર્ષે એપ્રિલમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગની વુહાનમાં યોજાયેલી વાતચીત સકારાત્મક રહી હતી.