ઇસ્લામાબાદઃ ચીનના શિંઝિયાંગ પ્રાંતમાં અત્યાર સુધી ૨૦૦થી વધુ મુસ્લિમ વેપારીઓની પત્નીઓ ગાયબ થઈ ગઈ છે. તેમાં પાકિસ્તાની નાગરિકોની પત્નીઓનો પણ સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે આ અંગે પોલીસમાં ફરિયાદ કરવા જતાં જાણવા મળે છે કે આ મહિલાઓને શૈક્ષણિક કેન્દ્રમાં લઈ જવાઈ છે. એક પાકિસ્તાની પીડિત અટ્ટાએ આ અંગે જણાવ્યું કે તેમની પત્ની એક વર્ષ પહેલાં લાપતા થઈ હતી. તે વિઝા રિન્યુ કરાવવા પાકિસ્તાન આવ્યો છે. મિર્ઝા ઇમરાન બેગ પણ તેમાંનો એક છે તેની પત્ની પણ લાપતા છે. જેનો ફોટો તે મોબાઇલ પર દેખાડે છે.
તમે જશો એટલે મને ઉઠાવી જશેઃ અટ્ટાની પત્ની
ચૌધરી જાવેદ અટ્ટાએ જણાવ્યું કે તેની પત્નીએ અંતિમ વખતે તેને કહ્યું હતું કે, જૈસે હી આપ જાઓગે. વે મુઝે કેમ્પ મેં લે જાએંગ ઔર મેં કભી વાપસ નહીં આઉંગી. તેની પત્ની અમીન ઓગસ્ટ ૨૦૧૭થી લાપતા છે.
૧૦ લાખથી વધુ મુસ્લિમોને નેટ વાપરવા પર બેન
ઉઈગર મુસ્લિમો અંગે પૂછવામાં આવતા પ્રશ્નો અંગે ચીનના સત્તાવાળા સ્પષ્ટ જવાબ આપે છે કે તેની શિંઝિયાંગમાં કાયમી શાંતિ સ્થાપવાની નીતિ છે. નોંધનીય છે કે ચીની પ્રમુખ જિનપિંગના અભિયાન હેઠળ અશાંત વિસ્તારોમાં ૧૦ લાખથી વધુ ઉઇગર મુસ્લિમોને ઇન્ટરનેટ વાપરવા પર પ્રતંબિધ મૂકી દેવાયો છે.