વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ફરી એક વાર ચીન સામે ત્રીજું લોચન ખોલ્યું છે. ૨૧મી જુલાઈએ તેમનાં તીખાં તેવર દર્શાવતાં ટ્રમ્પે ચીનને તમામ આયાતી ૫૦૫ અબજ ડોલરની ચીજો પર આયાતજકાત લાદવા ધમકી આપી હતી. આમ અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડવોર તેની ચરમસીમાએ પહોંચ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે જો જરૂર પડશે તો અમેરિકા ચીનમાંથી આયાત કરાતી તમામ ચીજો પર ડયૂટી લાદશે. યુએસ દ્વારા ૨૦૧૭માં ચીનમાંથી ૫૦૫.૫ અબજ ડોલર(આશરે રૂ. ૩૪,૭૯,૪૭૮ કરોડ)ની કિંમતની ચીજવસ્તુઓની આયાત કરાઈ હતી, હું તેના પર આયાતજકાત લગાવવા તૈયાર છું. ચીન દ્વારા અમને ઘણા લાંબા સમયથી લૂંટવામાં આવી રહ્યા છે, આથી હું રાજકીય પગલાં તરીકે નહીં પણ અમારા દેશનાં ભલા માટે ડયૂટી લાદી શકું છું તેમ ટ્રમ્પે સીએનબીસીને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.