નવી દિલ્હીઃ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ફિલિપાઈન્સના વિદેશ પ્રધાન તિઓદ્રો લેશિન જુનિયરે સંયુક્ત પંચની બેઠકમાં છઠ્ઠીએ ભાગ લીધો હતો. ચીન સાથે સમજૂતીનો માર્ગ મોકળવા માટે ફિલિપાઇન્સે દક્ષિણ ચીન સાગરમાં તેલ સંશોધન માટે તેના દ્વારા અમલી પ્રતિબંધ ઉઠાવ્યો હોવા છતાં ભારતે આ બેઠકમાં ફિલિપાઈન્સની સાથે સંબંધો સુદૃઢ કરવા કોસ્ટલ સર્વલન્સ રડાર સિસ્ટમ પૂરી પાડવાની ઓફર કરી હતી. વિદેશ મંત્રાલયે બેઠકને અંતે જણાવ્યું હતું કે બંને પક્ષો સંરક્ષણ સંબંધો અને વહાણવટા સંબંધોને વધુ સુદૃઢ કરવા સહમત થયા હતા.