નવી દિલ્હીઃ ચીન માટે જાસૂસી કરવાના આરોપસર ફ્રિલાન્સ પત્રકાર રાજીવ શર્માની દિલ્હીથી ધરપકડ કરાઈ છે. દિલ્હી પોલીસે કહ્યું કે, રાજીવ શર્મા ચીનને ભારતીય લશ્કરના જમાવડાના સ્થળ, લશ્કર માટે સામગ્રીની ખરીદી, તથા અન્ય વ્યૂહાત્મક માહિતી ચીનને પૂરી પાડતા હતા. ચાઈનિઝ ઈન્ટેલિજન્સ એજન્સીને આ માહિતી રાજીવ શર્મા સોશિયલ મીડિયા અને ઈ-મેઈલ દ્વારા પહોંચાડતા હતા. દરેક માહિતી બદલ શર્માને એક હજાર ડોલર (૭૩ હજાર રૂપિયા) મળતા હોવાનું પોલીસે જણાવ્યું છે. દિલ્હી પોલીસે શર્માની ધરપકડ કરી ત્યારે તેમની પાસેથી કેટલાક ગુપ્ત દસ્તાવેજો પણ મળ્યા હતા. શર્મા ચીનથી પ્રકાશિત થતા ‘ગ્લોબલ ટાઇમ્સ’ માટે લેખો પણ લખતો હતો.