આ છે ચીનનો શ્રવણકુમાર... અને તેનું નામ ઝિયાઓ મા છે. ઉંમર છે 31 વર્ષ. ઝિયાઓ માત્ર વર્ષનો હતો ત્યારે કાર અકસ્માતમાં પિતાની છત્રછાયા છીનવાઈ ગઇ હતી. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત માતાનો જીવ તો બચી ગયો હતો, પણ તેઓ આજીવન દિવ્યાંગ બની ગયાં હતાં. ઝિયામોએ જીવનનિર્વાહ ચલાવવા અને માતાની સારવાર માટે કપાસના ખેતરમાં કામ કર્યું, હોટેલમાં વાસણો પણ ધોયાં. તેની મહેનત રંગ લાવી. આગળ જતાં તેણે પોતાની માલિકીની નાનકડી રેસ્તોરાં પણ શરૂ કરી. એક સમયે તેને દિવ્યાંગ માતાને દેશભરની યાત્રા કરાવવાની ઇચ્છા થઇ. અને ઘર, રેસ્તોરાં તથા સંપત્તિ બધું વેચીસાટીને માતાને ખભે બેસાડી દેશની યાત્રાએ નીકળી પડ્યો છે. માતાને કોઇ પણ ભોગે ખુશ રાખવા ઝિયાઓ કહે છે કે જ્યાં સુધી માતા જીવશે ત્યાં સુધી તે સમગ્ર દેશની યાત્રા કરાવશે.