વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતીય રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ કોરોના મુદ્દે ચીન વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આ સંદર્ભમાં નિક્કીની ઓનલાઇન પિટિશન પર ૪૦ હજાર લોકોએ સાઇન કરી છે. નિક્કીએ આ અભિયાન માટે ૧ લાખ લોકોની સાઇન લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે આ અભિયાનને ‘સામ્યવાદી ચીનને રોકો’ નામ આપ્યું છે. પિટિશનમાં કોરોના મુદ્દે ચીનના વલણ અંગે પ્રતિક્રિયા આપવા અમેરિકી સંસદને અપીલ કરાઇ છે. નિક્કીએ કહ્યું કે ચીનની સામ્યવાદી સરકાર કોરોના મુદ્દે વિશ્વ સમક્ષ ખોટું બોલી. મહામારી માટે ચીન સરકારને જવાબદાર ઠેરવવી જોઇએ. નોંધનીય છે કે નિક્કી સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત અને સાઉથ કેરોલિનાના ગવર્નર રહી ચૂક્યાં છે.