હોંગકોંગઃ ચીનની સૌથી મોટી ટેક્નોલોજી કંપની ટેનસેન્ટ હવે દુનિયાની પાંચમી સૌથી મોટી કંપની બની ગઈ છે. અત્યાર સુધી ફેસબુક આ સ્થાન પર હતી. મંગળવારે ટેનસેન્ટની માર્કેટ વેલ્યૂ ૫૨૨ અબજ ડોલર એટલે કે ૩૩.૯૩ લખ કરોડ રૂપિયા થઈ ગઈ, જ્યારે ફેસબુકની ૩૩.૭૩ લાખ કરોડ રૂપિયા છે.