બેઈજિંગઃ ચીને વિદેશી પ્રવાસીઓ માટે કેટલાક સપ્તાહથી તિબેટને બંધ કરી દીધું છે. સંવેદન અને રાજકીય વરસીઓના કારણે બંધ કરતા તિબેટ પર ચીનનું શાસન હોવાનું સાબિત થયું હતું. પ્રવાસન ઉદ્યોગના વ્યવસાયીઓએ એ પછી ૨૧મીએ કહ્યું હતું કે, તિબેટ પર પ્રતિબંધથી તેમના ધંધા પર ખૂબ નકારાત્મક અસર પડી હતી. પહેલી એપ્રિલ સુધી એક પણ વિદેશી તિબેટ જઈ શકશે નહીં. આ પ્રતિબંધ ક્યારે દૂર કરાશે તેની કોઈ ચોખવટ કરાઈ નથી.
તિબેટ યુથ ઈન્ટરનેશનલ ટ્રાવેલ સર્વિસ દ્વારા વાતને પુષ્ટિ અપાઈ હતી. ઉપરાંત તિબેટ વિસ્ટા અને ગો ટુ તિબેટ ટ્રાવેલ એજન્સીઓએ પણ આ વાતનું સમર્થન કર્યું હતું. ચીન સામે બળવાની ૬૦મી વર્ષી દસમી માર્ચે છે. ૧૪ માર્ચ ૨૦૦૮માં પાટનગર લાસામાં સરકાર વિરોધી તોફાનો ફાટી નીકળ્યા હતા.
જોકે વિદેશી પ્રવાસીઓ પરનો પ્રતિબંધ માત્ર વર્ષી પૂરતો જ છે તેમ છતાં બળવાની ૬૦મી જયંતીએ મોટી સંખ્યામાં લોકો તિબેટ જાય છે. ૧૯૫૯માં તિબેટને ચીનના પંજામાંથી છોડાવવા સેંકડો લોકોએ બળવો કર્યો હતો. એક બૌદ્ધ સાધુના નેતૃત્વ હેઠળ લોકોએ ચળવળ ચલાવી હતી.