બર્લિનઃ જર્મનીમાં ફેડરલ ચૂંટણી લગભગ છ મહિના અગાઉ યોજાઈ હતી પરંતુ કોઈ એક પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યો ન હતો. તેના કારણે હજુ સુધી સરકારની રચના થઈ શકી ન હતી. એન્જેલા મર્કેલની પાર્ટી સીડીયુને સૌથી વધુ બેઠકો મળી હતી. હવે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોની ગઠબંધનની મંજૂરી મળ્યા બાદ તે ચોથી વખત ચાન્સેલર બન્યાં છે. ૧૪મી માર્ચે જર્મનીના નીચલા ગૃહ બુંડેસ્ટાગમાં મર્કેલે ચાન્સેલરનો પદભાર સંભાળ્યો. તેમાં મર્કેલને ૭૦૯માંથી ૩૬૪ વોટ મળ્યા હતા. જે જરૂરી ૫૦ ટકા વોટથી ૯ વધારે છે.