છ કિલોગ્રામનો બર્ગર

Tuesday 26th November 2019 09:29 EST
 
 

બેેંગકોકઃ થાઇલેન્ડનાં મહાનગર બેંગકોક શહેરમાં આવેલી એક જાણીતી રેસ્ટોરાંના માલિકે દેશનો સૌથી મોટો બર્ગર તૈયાર કર્યો છે. છ કિલો વજનનો આ જમ્બો બર્ગર આરોગવાની પ્રતિયોગિતા પણ આ રેસ્ટોરાંના માલિકે આયોજિત કરી હતી. આશરે ૧૦,૦૦૦ કેલેરી ધરાવતા આ બર્ગરને ફક્ત નવ જ મિનિટમાં ઝાપટી જનારાને રેસ્ટોરાં માલિક દ્વારા ઇનામ આપવાની પણ જાહેરાત કરાઈ છે. ઘણા લોકોએ તે સમયસીમામાં આ જાયન્ટ બર્ગર આરોગવાના પ્રયત્નો કર્યા પરંતુ કોઈ સફળ થયું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter