છ સદી બાદ યુરોપની પહેલી ‘નાઇટ વોચ વુમન’

Friday 11th February 2022 06:25 EST
 
 

લુસાનેના મુખ્ય કેથેડ્રલ ખાતેથી મોટેથી બોલતી આ યુવતી છે ૨૮ વર્ષની કૈસેન્ડ્રા બેર્ડોજ. કેથેડ્રલ અને સંભવત: યુરોપના ઈતિહાસમાં નાઇટ વોચરના પદ પર નિમણૂક મેળવનાર આ પહેલી મહિલા છે. ૧૪૦૫થી કેથેડ્રલમાં આ પરંપરા રહી છે. કૈસેન્ડ્રા જણાવે છે કે, મેં આ સ્થાને પહોંચવા ઘણો સંઘર્ષ કર્યો કારણ કે મારું નાનપણથી આ સપનું હતું. પહેલી વાર અરજી આપી તો જવાબ જ ન મળ્યો. મહિનાઓ સુધી જીદ અને પ્રયાસો કરતી રહી, પણ નિષ્ફળતા જ સાંપડી. આ પછી ગયા વર્ષે લુસાને એડમિનિસ્ટ્રેશને મહિલાઓની અરજી માટે મંજૂરી આપી. ૮૦ મહિલાઓએ આ સ્થાન માટે અરજી કરી હતી. બે રાઉન્ડના ઇન્ટરવ્યૂ બાદ મારા દમદાર અવાજને ધ્યાને લઈ મને નાઇટ વોચર તરીકે તક આપવામાં આવી છે. મારી ડ્યૂટીનો સમય રાત્રે ૧૦થી સવારે ૨ વાગ્યા સુધીનો છે. કેથેડ્રલમાં નાઇટ વોચરની વ્યવસ્થા મોટી દુર્ઘટના કે હવામાનમાં અચાનક થતાં ફેરફાર સામે બધાને સાવચેત કરવા માટે શરૂ કરવામાં આવી હતી. પહેલા તો વોચ ટાવરમાં ડાયલવાળા ફોન હતા. હવે મોબાઇલ ફોનથી માહિતી આપવી સરળ થઈ ગઈ છે. સમય સાથે જમાનો બદલાયો છે, અને ટેક્નોલોજી પણ બદલાઇ છે, પરંતુ સૈકાઓ જૂની પરંપરા જળવાઇ રહી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter