મુંબઈઃ વિવાદાસ્પદ ધર્મ ઉપદેશક ઝાકીર નાઇકને છેલ્લાં ત્રણ વર્ષમાં વિદેશમાંથી રૂ. ૬૦ કરોડ જેટલું વિદેશી ફંડ મળ્યું હોવાનું તેના બેન્કખાતા દ્વારા માલૂમ પડ્યું છે. ઝાકીર નાઈક છેલ્લા કેટલાક સમયથી આતંકવાદ સાથે સંબંધિત વિવાદમાં રહેવાને કારણે તેની પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તેનાં બેન્ક અકાઉન્ટમાં જુદા જુદા દેશમાંથી કુલ રૂ. ૬૦ કરોડ જમા કરાવાયા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ નાણા ઝાકીરનાં કુટુંબીજનોનાં પાંચ ખાતામાં ટ્રાન્સફર કરાયાં હતાં એમ એક પોલીસ અધિકારીએ અનામ રહેવાની શરતે તાજેતરમાં જણાવ્યું હતું.