જમીનથી 300 ફૂટની ઊંડાઇએ બનેલો રિસોર્ટ

Monday 24th June 2024 12:35 EDT
 
 

શાંઘાઈઃ ચીનના શાંઘાઈમાં એક અનોખા લક્ઝરી રિસોર્ટનું નિર્માણ થયું છે. રિસોર્ટનું નામ છે ધ ઈન્ટરકોન્ટિનેન્ટલ શાંધાઈ વન્ડરલેન્ડ. રિસોર્ટની વિશેષતા એ છે કે તે જમીનથી 300 ફૂટની ઊંડાઈએ બન્યું છે. હકીકતે, આ હોટેલને એક જૂની ખાણમાં તૈયાર કરાઈ છે. શાંધાઈ શહેરથી 32 કિલોમમીટર દૂર આવેલી આ હોટેલ શોસાન પર્વતમાળામાં સાકાર થઇ છે. આ હોટેલે દુનિયાના પહેલા અન્ડરગ્રાઉન્ડ રિસોર્ટ હોવાનો દરજ્જો મેળવ્યો છે. આ હોટેલમાં કુલ 18 ફ્લોર છે. જેમાંથી 16 ફ્લોર જમીનની નીચે આવેલા છે ત્યારે બે ફ્લોર એકવેરિયમમાં જળમગ્ન છે. હોટેલના પ્રત્યેક રૂમમાં ખારા પાણીના એક્વેરિયમ પણ છે. આ રિસોર્ટમાં કુલ 336 રૂમ છે. અહીં કસ્ટમર્સ માટે રોક ક્લાઈમ્બિંગ, કાયાકિંગ, જિપ લાઈન અને ઊંચાઈ પર કાચના ફ્લોર પર ચાલવા જેવા ઘણી એડવેન્ચર્સ એક્ટિવિટીઝ છે. સાથે જ અન્ડરવોટર સ્પા અને રેસ્ટોરાં પણ અહીં છે. પર્યટકો માટે ખાસ વોટર શો પણ યોજાય છે. રિસોર્ટના ચીફ આર્કિટેક કહે છે કે તેને લક્ઝુરિયસ બનાવવાની સાથે જ સસ્ટેનેબિલિટીનું પણ ખાસ ધ્યાન રખાયું છે. આ માટે રિસોર્ટમાં આ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે કે વધુમાં વધુ કુદરતી સૂર્યપ્રકાશ અંદર આવી શકે, જેથી ઠંડી ઉત્તરી હવાની અસર ઘટાડી શકાય. આ રિસોર્ટ નવ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ સહેવામાં પણ સક્ષમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter