જાપાનમાં વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ નોનાકાનું ૧૧૩ વર્ષની વયે અવસાન

Wednesday 23rd January 2019 08:01 EST
 
 

ટોક્યોઃ જાપાનમાં વિશ્વના સૌથી વૃદ્ધ માણસ માસાઝો નોનાકાનું ૨૦મીએ ૧૧૩ વર્ષની વયે અવસાન થયું હતું. તેમનો જન્મ ૧૯૦૫માં થયો હતો. જે ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. ગિનિસ બુક દ્વારા સ્પેનના ફ્રાન્સિસ્કો નુનેઝના અવસાન પછી નોનાકોને વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તેઓના પરિવારે જણાવ્યું કે, તેઓ સ્વસ્થ જિંદગી જીવતા હતા અને અમારા પરિવારને કોઇપણ જાતની તકલીફ આપ્યા વિના સિવાય તેઓ ગુજરી ગયા હતા. ૧૯૩૧માં તેમણે લગ્ન કર્યા હતા અને પાંચ બાળકોના પિતા બન્યા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter