જાપાની કોર્ટે નેસ વાડિયાને ડ્રગ્સ રાખવા બદલ બે વર્ષની સજા ફટકારી

Wednesday 01st May 2019 07:51 EDT
 
 

ટોકિયોઃ ભારતના ધનિક બિઝનેસ પરિવારોમાંથી એક એવા નસલી વાડિયાના ૪૭ વર્ષીય મોટા પુત્ર નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની એક કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. વાડિયા ગ્રુપના વારસદાર તેમજ આઈપીએલની ટીમ ‘કિંગ્સ ઈલેવન પંજાબ’ના કો-ઓનર નેસ વાડિયાની આ વર્ષની શરૂઆતમાં ઉત્તર જાપાનના હોક્કાઈડો ટાપુના ન્યૂ ચિટોઝ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી. એરપોર્ટ પર સ્નિફર ડોગે અધિકારીઓને એલર્ટ કર્યા પછી તપાસ કરતાં નેસ વાડિયાના પેન્ટના ખિસ્સામાંથી ૨૫ ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું. કોર્ટના અધિકારીએ મીડિયાને જણાવ્યું છે કે, વાડિયાએ પોતાની પાસે ડ્રગ્સ હોવાનો સ્વીકર કર્યો છે. આ માટે તેણે દલીલ કરી હતી કે તે તેના વ્યક્તિગત ઉપયોગ માટે હતું.
નોંધનીય છે કે જાપાનમાં નાર્કોટિક્સ કાયદો ખૂબ જ કડક છે. ૨૦૨૦માં ટોક્યોમાં જ્યારે રગ્બી વર્લ્ડ કપ યોજાવાની છે ત્યારે અધિકારીઓ કડકાઈથી નાર્કોટિક્સ માટેના કાયદાઓનું પાલન કરે છે.
વાડિયા ગ્રુપ ફોર્બ્સની યાદી પ્રમાણે આશરે સાત બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી અમીર બિઝનેસ હાઉસમાં સામેલ છે. વાડિયા ઉદ્યોગગૃહના મોટા ભાગના યુનિટમાં નેસ ડિરેક્ટર છે. હાલ આ
ગ્રુપ બિસ્ટિક બનાવતી બ્રિટાનિયાથી બજેટ એરલાઇન ગો-એર ચલાવે છે. આ ગ્રુપની કુલ માર્કેટ વેલ્યુ ૧૩.૧ બિલિયન ડોલર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter