જાપાને વિશ્વનો પહેલો લાકડાનો સેટેલાઈટ લોન્ચ કર્યો છે. ક્યોટો યુનિવર્સિટી અને હોમ બિલ્ડર સુમિતોમો ફોરેસ્ટ્રીએ તૈયાર કરેલા ‘લિગ્નોસેટ’ને સ્પેસએક્સ મિશન દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચાડાયો છે. બોક્સ જેવો ‘લિગ્નોસેટ’ ઉપગ્રહ 10x10x10 સેન્ટીમીટરનો છે. વૈજ્ઞાનિકોના મતે લાકડાનો આ સેટેલાઈટ અંતરીક્ષમાં કાટમાળ ઘટાડવામાં મદદ કરશે. આ સેટેલાઇટ વાતાવરણમાં ફરી પ્રવેશે છે ત્યારે લાકડાની સામગ્રી બળી જાય છે. જયારે, અન્ય રિટાયર્ડ સેટેલાઈટ પૃથ્વી પર મેટલ પાર્ટસ છોડે છે.