બર્નઃ સ્વિત્ઝર્લેન્ડમાં બુરખો પહેરીને જાહેર સ્થળોએ નીકળનારી મહિલાઓએ ૮ હજાર પાઉન્ડનો એટલે કે લગભગ રૂ. ૭ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. સ્વિત્ઝર્લેન્ડમાં ૨૦૧૩માં આ અંગે મતદાન થયું હતું, જેમાં દેશના મોટાભાગના લોકોએ જાહેર સ્થળોએ બુરખો ન પહેરવાની તરફેણમાં મતદાન કર્યું હતું.
સ્વિત્ઝર્લેન્ડમાં આખો ચહેરો ઢંકાય એ રીતે બુરખો પહેરવો જોઈએ કે નહીં એ અંગે ૨૦૧૩માં જનમત લેવાયો હતો. જેમાં સરેરાશ ૩માંથી ૨ વ્યક્તિનો મત હતો કે જાહેર સ્થળોએ મહિલાઓ બુરખો પહેરે છે તેના પર પ્રતિબંધ મુકાવો જોઈએ. આખો ચહેરો ઢંકાઈ જાય છે એ રીતે બુરખો પહેરવાની દેશમાં છૂટ આપવી જોઈએ નહીં. એ પછી સરકારે આ નિયમને કાયદો બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેનો હવે સત્તાવાર રીતે અમલ શરૂ પણ કરી દેવાયો છે. એ પછી આ મહિલા જાહેરમાં બુરખો પહેરીને જાહેર સ્થળે નીકળી હતી અને તેની પર દંડની કાર્યવાહી થઈ હતી.