આ તસવીર યુનાઇટેડ આરબ અમિરાતના એક ગામ અલ મદામની છે. અહીંના બધાં મકાનો ધીમે ધીમે નીચે દટાતાં જઇ રહ્યાં છે. એટલું જ નહીં ઘરની અંદર પણ રેતી ભરાઇ ચૂકી છે. આવું કેમ થઇ રહ્યું છે તેનું કોઇ કારણ જાણી શક્યું નથી પણ દુબઇથી આશરે એક કલાકના અંતરે આવેલું આ ગામ ભૂતોના ગામ તરીકે ઓળખાવા લાગ્યું છે. ગામ ખાલી કેમ કરાયું તેને લઇને કંઇ કહી શકાય તેમ નથી. મદામની નજીકનાં ગામડાંઓના રહેતા લોકો કહે છે કે આ ગામમાં એક જિન્નાત રહે છે. તેના કારણે જ લોકો રાતો-રાત ગામ છોડીને નાસી ગયા છે. જયારે અમુક લોકો કહે છે કે કોઇ ડાકણે ગામડાની આવી હાલત કરી દીધી છે. બિલાડી જેવી આંખોવાળી એ ડાકણે આ ગામ ખાલી કરાવી દીધું છે. બીજી તરફ, આ ગામ પર્યટકો વચ્ચે પ્રસિદ્ધ થતું જઇ રહ્યું છે. દુનિયાભરના પર્યટકો દુબઇ આવે છે તો ગામને જોવા જરૂર જાય છે. લોકો રાતોરાત ગામ છોડી જતા રહ્યા છે. ભાગવાની એટલી ઉતાવળ હતી કે સામાન અને દરવાજા પણ ખુલ્લાં છોડી ગયાં. આજે ઘરોમાં ૪-૫ ફૂટ ઊંચાઇ સુધી રેતી ભરાઇ ગઇ છે, અને ફર્નિચર તેની નીચે દટાઇ ગયેલાં જોવા મળે છે.