રિયો ડી જાનેરોઃ વિશ્વવિખ્યાત ટુરિસ્ટ સ્પોટ બ્રાઝિલના રિયો ડી જાનેરો માઉન્ટ કોરકોવાડો જિસસ ક્રાઇસ્ટનું પ્રખ્યાત કોલોસલ સ્ટેચ્યુ ક્રાઇસ્ટ રીડીમર 1931માં બનાવવામાં આવ્યું હતું. આ સ્થળે લોકો ફોટા તો લે છે, પણ ફોટોગ્રાફરની કમાલ જુઓ, યોગ્ય સમયે યોગ્ય ક્લિક દ્વારા તેણે લીધેલા આ ફોટામાં પહેલી નજરે તો એવું જ દેખાય કે જિસસ ક્રાઇસ્ટે આખો ચંદ્ર ઉપાડી લીધો છે, થોડી વાર ધ્યાનથી જોયા પછી ફોટોગ્રાફરની કમાલનો અહેસાસ થાય છે. ઇશુ ખ્રિસ્તની આ તસ્વીર સોશિયલ મીડિયા પર બહુ વાઇરલ થઈ છે.