નવી દિલ્હી: તાલિબાનની ક્રૂરતાના કારણે ત્યાં રહેતા હિન્દુઓ અને શીખો સહિતની લઘુમતીઓમાં અત્યંત દહેશતનો માહોલ છે. હવે સ્થિતિ એ છે કે કાબૂલ પર સંપૂર્ણ નિયંત્રણ પહેલા મોટી સંખ્યામાં લઘુમતીઓ ઘર છોડીને રાતોરાત સુરક્ષિત સ્થળે જતા રહ્યાં પાકિસ્તાનની સરહદ નજીક જલાલાબાદ અફઘાનિસ્તાનનું પાંચમુ સૌથી મોટું શહેર છે. જલાલાબાદના એક પત્રકારે જણાવ્યું કે હવે કદાચ જ અહીં કોઇ હિન્દુ હશે. કોઇ હશે તો પણ સામાન્ય અફઘાનીની જેમ હશે. શીખો મોટી દાઢી અને વાળના કરાણે ઓળખાઇ જાય છે. હિન્દુઓ ઓળખાતા નથી.
તાલિબાનના આવ્યા પછી મોટા ભાગના હિન્દુ-શીખ પરિવાર ભૂગર્ભમાં જતા રહ્યાં છે અથવા કાબુલ કે ભારત જતા રહ્યા છે. જલાલાબાદના મુખ્ય બજાર સ્થિત ગુરુદ્વારાની ચારેય તરફ દુકાનો છે. તે માટો ભાગે શીખોની છે. જે દવાઓ વેચે છે, તેઓ યુનાની ડોક્ટર તરીકે ઓળખાય છે. ઝોન-૧ સ્થિત ગુરુદ્વારાના તમામ દરવાજા અંદરથી બંધ હતા. દરવાજો ખખડાવતા અંદરથી કોઇએ કહ્યું કે ગુરુદ્વારા બંધ છે. હજુ પણ ત્યાં અરદાસ નથી થતી.
ભય એવો છે કે કોઇ અહીં રોકવા નથી ઇચ્છતું. કાબુલની એક દુકાનમાં કામ કરતા રફીઉલ્લાએ કહ્યું કે અમારા માલિક અમિતસિંહ પરિવાર સાથે ભારત જતા રહ્યાં છે. અમિત રોજ રફીઉલ્લા સાથે ફોન પર વાત કરે છે. તેમની દુકાન ગુરુદ્વારાની બિલકુલ સામે છે. અહીં રોજ બે-ત્રણ સશસ્ત્ર તાલિબાન આવી જાય છે. જોકે, ત્યાં કોઇ તહેનાત નથી. કાબુલના એક સ્થાનિક પત્રકારે કહ્યું કે તાલિબાને લઘમતીઓ માટે ભલે પોલિસીના બનાવી હોય, પરંતુ જલાલાબાદ જ નહીં આખા દેશની લઘુમતીઓમાં ભય છે. બધા અહીંથી જવા ઇચ્છે છે. કેટલાક નસીબદારો દેશ છોડી પણ શક્યા. તાલિબાન નેતાઓએ કેટલાક પ્રાંતોમાં લઘુમતી નેતાઓ સાથે મુલાકાત કરી છે, પરંતુ તેઓ વિશ્વાસ પેદા નથી કરી શકતા મોટા ભાગના શીખોએ કાબુલના ગુરુદ્વારામાં શરણ લીધું હતું.