નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહમાં જુલાઈ ૨૦૧૬માં બોમ્બ બ્લાસ્ટ કરનાર સુસાઈડ બોમ્બર ફૈયાઝ કાગઝી ભારતીય હતો તેવું તેના ડીએનએ પરીક્ષણ પરથી સાબિત થયું છે. સુસાઈડ બોમ્બર દ્વારા સાઉદીનાં શહેર જેદ્દાહમાં અમેરિકાની એલચી કચેરી પર આત્મઘાતી હુમલો કરાયો હતો. સાઉદી અરેબિયાની સરકારે ડીએનએ ટેસ્ટ કર્યા પછી આ જાહેરાત કરી હતી. તે લશ્કર–એ-તોયબાનો સભ્ય હતો. આ હુમલામાં બે સિક્યોરિટી અધિકારીઓ ઘવાયા હતા. તે દિવસે સાઉદીમાં ત્રણ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં આ પહેલો બ્લાસ્ટ હતો.