નવીદિલ્હીઃ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ૮૦૦ જેટલા રોજગાર વિહોણા ભારતીય કામદારો ૩૦મી જુલાઈથી ભૂખમરાનો ભોગ છે. આ હકીકત ધ્યાને આવતાં રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી. કે.સિંહના આવા પ્રશ્નોનો હલ લાવવા અખાતી દેશોની મુલાકાતે જવાના છે.
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે સાઉદી ખાતેના ભારતીય દૂતાવાસને આવા કામદારો માટે ભોજનવ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. વિદેશ પ્રધાન કલાકના ધોરણે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વિટ કરીને જેદ્દાહમાં ૮૦૦ કામદારો છેલ્લા ત્રણદિવસથી ભૂખમરાનો સામનો કરી રહ્યા હોવાની જાણ કરતાં સુષ્માના હસ્તક્ષેપની માગણી કરી હતી. સ્વરાજે ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો કે, ‘રિયાધ ખાતેના ભારતીય દૂતાવાસને સાઉદી અરેબિયાના બેરોજગાર ભારતીય કામદારોને વિનામૂલ્યે રાશન પૂરું પાડવા સૂચના આપવામાં આવી છે.’
તેમણે જણાવ્યું કે, સાઉદી અને કુવૈતમાં ભારતીય
તેમના રોજગાર અને વેતન સંબંધી સમસ્યાનો સામનો કરતાં આવ્યાં છે.
સાઉદીમાં ભારતીયોની સ્થિતિ ખરાબ છે. તેમણે કહ્યું હતું કે રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન એમ. જે. અકબર કુવૈત અને સાઉદી સમક્ષ આ પ્રશ્ન ઉઠાવશે.