વોશિંગ્ટનઃ આઇએસના આકા આંતકી બગદાદીને અમેરિકાના સૈન્યએ ઠાર માર્યો હોવાનો દાવો કર્યો છે. જેને પગલે હવે બગદાદી અંગે અન્ય કેટલીક માહિતી પણ બહાર આવી રહી છે. બગદાદી જેહાદના નામે કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી ચૂક્યો હતો. તેની પાસે આશરે ૧૩૦૦૦ કરોડ રૂપિયા હતા. એક આંતકી પાસેથી આટલા રૂપિયા આવ્યા ક્યાંથી તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ ખુલાસો સાથે હવે જે દેશો બગદાદીને આર્થિક મદદ કરી રહ્યા હતા. તેના પર સવાલો ઉઠવા લાગ્યા છે. બગદાદીને ૨૦૧૮માં જાણીતી પત્રિકા ફોર્બ્સે દુનિયાના સૌથી શક્તિશાળી ૧૦૦ લોકોમાં બગદાદીનો પણ સમાવેશ કર્યો. પોતાના આતંકી સંગઠનના નામ પર જ બગદાદીએ સરિયા અને ઇરાક પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો અને જે પ્રદેશ પર કબજો કરી લીધો હોય તેને આઇએસઆઇએસ નામ આપી દીધી હતું.
આતંકની કંપની ચલાવવામાં બગદાદી ઓસામા બિલ લાદેન કરતાં પણ આગળ નીકળી ગયો છે. તે આઇએસને એક કંપની તરીકે સંભાળતો હતો, તે આંતકીઓને પણ પગાર આપતો હતો. મોસૂલમાં જ તેની આશરે ૪૭૦૦ કરોડની સંપત્તિ હતી. જોકે હજૂ સુધી તેના માત્ર એક જ ખજાનાની માહિતી મળી શકી છે જ્યારે વાસ્તવમાં તેની પાસે અનેક આવા ગુપ્ત ખજાના હતા તેમ એક રિપોર્ટમાં સામે આવ્યું હતું છે. બગદાદી પ્રતિ માસ બેંકો પાસેથી ૨૭ કરોડ જેટલા લૂંટી લેતો હતો.