નવીદિલ્હીઃ અફઘાનિસ્તાનની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર અને પૂર્વ ગૃહ પ્રધાન અમરુલ્લાહ સાલેહે જણાવ્યું હતું કે, જૈશે મહોમ્મદ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની ઝેરીલી પાંખ છે. મસૂદ અઝહરના આતંકવાદ સામે લડવા માટે પ્રાદેશિક પ્રયાસો કરવાની જરૂર છે. કાબૂલથી આપેલા એક ઇન્ટરવ્યુમાં સાલેહે જણાવ્યું હતું કે, ચીન ભલે મસૂદ અઝહરને આતંકવાદી માને કે ન માને પરંતુ તે આતંકવાદી છે જ.
સાલેહે જણાવ્યું હતું કે, ભારત અને અફઘાનિસ્તાનમાં હુમલા કરવા માટે આઇએસઆઈ તેના આતંકવાદના સાધનનો ઉપયોગ કરે છે અને પછી પોતે આમાં સંડોવાયેલા નથીના ઈનકાર કરતી રહે છે.