ન્યૂ યોર્કઃ શિકાગોમાં સર્કિટ કોર્ટ ઓફ કૂક કાઉન્ટીની ઓફિસ ઓફ કલાર્કમાં પૂર્વ સહયોગી કારકુન તરીકે કામ કરનાર બીના પટેલ (ઉં ૫૮)ને વર્ષની શરૂઆતમાં ગ્રાન્ડ જ્યુરી સમક્ષ ખોટું ડેકલેરેશન કરવા બદલ તાજેતરમાં દોષિત ઠેરવાઈ હતી. યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેને બે વર્ષની સજા ફરમાવી હતી. ગ્રાન્ડ જ્યુરી નોકરીઓ અને પ્રમોશનની ખરીદીમાં કરાયેલા ભ્રષ્ટાચારની તપાસ કરતી હતી. બીના પટેલે પોતાની ઓફિસમાં જ સાથી કર્મચારીઓને કલાર્ક વતી પ્રચાર માટે ભંડોળ ભેગું કરવાની ટિકિટો વેચી હોવાનું ખૂલ્યું હતું. સહાયક યુએસ એટર્ની હીધર મેકશાહીન અને અંકુર શ્રીવસ્તવે સરકારના સજાના મેમોરેન્ડમમાં દલીલ કરી હતી કે, બીનાએ જ્યુરીએ પૂછેલા સવાલોના જવાબ આપ્યા નહોતા અને તપાસના મૂળ સુધી પહોંચાય તેવી વાતો પણ કરી નહોતી. જેથી કેસમાં પુરાવા ભેગા કરવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો થયો હતો.