નવી દિલ્હીઃ ઝાયડસ વેલનેસે હેઈન્ઝ ઈન્ડિયાનો બિઝનેસ રૂ. ૪૫૯૫ કરોડમાં ખરીદવાની જાહેરાત કરી છે. ઝાયડસ તેની પેરેન્ટ કંપની કેડીલા હેલ્થકેર સાથે સંયુક્ત રીતે આ બિઝનેસ હસ્તગત કરશે. બંને કંપનીઓએ કરાર પણ કરી લીધા હોવાની માહિતી તેમણે શેરબજારને આપી હતી. હેઈન્ઝ ઈન્ડિયા કોમ્પ્લાન, ગ્લુકોન ડી, નાઈસીલ, સમ્પ્રિતી ઘી જેવી બ્રાન્ડ ધરાવે છે. ઝાયડસને ગ્લુકોન-ડી, નાઈસીલ અને સમ્પ્રિતી ઘીના વૈશ્વિક હક મળશે. ભારત, બાંગ્લાદેશ, નેપાળ સહિત દેશોમાં તેને કોમ્પ્લાનના હક મળશે. ક્રાફ્ટ હેઈન્ઝનું ૨૦૦ રાજ્યોમાં ૮૦૦ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ૨૦,૦૦૦થી વધુ હોલસેલર્સનું નેટવર્ક છે.