હરારેઃ રફ ડાયમંડની ખાણ માટે જાણીતા ઝીમ્બાબ્વેના ભૂતપૂર્વ વડા પ્રધાન રોબર્ટ મુગાબેની પત્ની સામે ડાયમંડ, સોનું અને હાથીદાંતના સ્મગલિંગ મામલે ઝીમ્બાબ્વે પોલીસે તપાસ શરૂ કરી છે.
ભૂતપૂર્વ વડા પ્રધાનની પત્ની સ્મલીંગ કરતી ગેંગની લીડર હતી અને તેણે હજારો ટન હાથીદાંત, કરોડો રૂપિયાના ડાયમંડ અને સોનું ગેરકાયદે ઝીમ્બાબ્વેથી બીજા દેશમાં નિકાસ કરી દીધું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે હજુ સુધી તેના પર કોઇ ચોક્કસ આરોપ ઘડવામાં આવ્યો નથી.
એક ઓસ્ટ્રેલિયન ફોટો જર્નાલિસ્ટે સ્મગલિંગના પુરાવા પૂરા પાડ્યા હતા. ગયા વર્ષ સુધી ઝીમ્બાબ્વેના વડા પ્રધાન રહેલા રોબર્ટ મુગાબેના પત્ની ગ્રેસ મુગાબેએ પતિ જયારે સત્તામાં હતા ત્યારે તેમની સત્તાનો દુરુપયોગ કરીને હાથીનો શિકાર કરીને હાથીદાંતનું મોટા પાયે સ્મગલિંગ કર્યું હતું. આ ઉપરાંત ગ્રેસ મુગાબે ડાયમંડ અને સોનાની દાણચોરીમાં પણ સંડોવાઇ હતી. હાથી દાંત, હીરા અને સોનાની દાણચોરીની જે રિંગ હતી તેની ગ્રેસ લીડર હતી.
ફોટો જર્નલિસ્ટ એડ્રીઅન સ્ટેરીયને ગ્રેસની દાણચોરીની પ્રવૃતિના નક્કર પુરાવા ઝીમ્બાબ્વેના પ્રેસિડેન્ટ ઇમરસનને આપ્યા હતા. ઝીમ્બાબ્વેના પ્રેસિડન્ટે અર્જન્ટ ઇન્વેસ્ટિગેશન કરવાનો આદેશ આપ્યો હતો. ઝીમ્બાબ્વે પોલીસે જણાવ્યું હતું કે ગ્રેસ મુગાબે હાથીના શિકાર કરતી અને ગેરકાયદે તેની નિકાસ કરી દેતી હતી. કરોડો રૂપિયાના ડાયમંડ અને સોનાની દાણચોરીમાં પણ ગ્રેસ સક્રિય હતી.