સ્વિટ્ઝર્લેન્ડમાં વસતાં બે સગા ભાઈ એવા કન્સેપ્ટ આર્ટિસ્ટે દુનિયાની સૌથી અનોખી હોટેલ શરૂ કરી છે. રિક્લિન બ્રધર્સ તરીકે ઓળખાતા બંને ભાઈઓએ દક્ષિણ સ્વિસના વાલાઇસના સેઇલોન ગામે ઝીરો સ્ટાર નામની હોટેલ શરૂ કરી છે. જોકે મજાની વાત તો એ છે કે આ હોટેલમાં એક જ રૂમ છે અને તેમાં પણ આ હોટેલના રૂમને કોઈ દીવાલ પણ નથી કે છત પણ નથી. આ રૂમમાં ગ્રાહકને સૂવા માટે ડબલ બેડ અને લેમ્પની સુવિધા અપાય છે, પરંતુ પ્રાઇવસી જેવું કંઈ મળતું નથી. મસ્તમજાના ડબલ બેડ પર સૂવાનું પણ, ખુલ્લાં આકાશ નીચે. આ હોટેલ રૂમમાં રોકાણ કરવા માટે ગ્રાહકે એક દિવસનું 275 પાઉન્ડ ભાડું ચૂકવવું પડે છે. આ રૂમની નજીકમાં જ ગેસસ્ટેશન પણ આવેલું છે. આ અનોખી હોટેલ શરૂ કરવાનો આશય લોકોનું ધ્યાન વિશ્વની સમસ્યાઓ તરફ ખેંચવાનો છે.