ન્યૂ યોર્કઃ વિશ્વબેન્ક દ્વારા ભારતની ઝેલમ અને ચેનાબ નદી પર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ બનાવવા માટે ભારતને તાજેતરમાં મંજૂરી આપી છે. વિશ્વબેન્કનો આ નિર્ણય સેક્રેટરી સ્તરીય બેઠક બાદ લેવાયો છે. જે ભારત અને પાકિસ્તાને બોલાવી હતી. યાદ રહે કે ભારત ઝેલમ અને ચેનાબ નદી પર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ બનાવી રહ્યો છે. જેના પર પાકિસ્તાને વિરોધ કર્યો હતો અને સિધુ જળસમજૂતી અંગે વિશ્વબેન્ક સમક્ષ આ કેસમાં સુનાવણી કરવા અરજી કરી હતી. વિશ્વબેન્કે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને સપ્ટેમ્બરમાં વોશિંગ્ટનમાં સિધુ સમજૂતી અંગે ચર્ચા માટે તૈયાર થયા છે. બંને નદીઓ પર પાવર પ્લાન્ટની મંજૂરીથી ફરી વખત પાકિસ્તાનને એક આંચકો લાગ્યો હોઈ શકે છે.