ટોક્યોઃ આ તસવીર જાપાનના ટોક્યોની છે, જ્યાં વિશ્વનું સૌથી મોટું ફિક્સ્ડ પ્રોજેક્શન મેપિંગ ડિસ્પ્લે મૂકાયું છે. આ એક પ્રકારનું લાઇટ ઈન્સ્ટોલેશન છે. આ પ્રોજેક્શન મેપિંગ લગભગ 127 મીટર ઊંચું અને 110 મીટર પહોળું છે એટલે કે તે 13 હજાર મીટરથી વધુમાં ફેલાયેલું છે. આ શોનું નામ ટોક્યો નાઈટ એન્ડ લાઈટ શો છે. દરરોજ રાત્રે અહીં માઉન્ટ ફુજીની સુંદર ખીણો, પશુપંખી વગેરેના વીડિયો અને તસવીરોનો લાઇટ શો યોજાય છે. ટોક્યોમાં પ્રવાસીઓને વધુમાં વધુ સંખ્યામાં આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે ગોઠવાયેલું આ ઈન્સ્ટોલેશન પેનાસોનિક કંપનીના પ્રોજેક્ટરની મદદથી ચલાવવામાં આવી રહ્યું છે.