• ‘નાટો’ના અંતની આ શરૂઆત હોઈ શકે છે. ટ્રમ્પ પહેલાંથી જ 32 સભ્ય દેશોના લશ્કરી સંગઠન ‘નાટો’માંથી અમેરિકાના ખસી જવાની વાત કરી ચૂક્યા છે. હવે તેઓ આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. ટ્રમ્પનું કહેવું છે કે યુરોપિયન દેશો ‘નાટો’માં પોતાના ક્વોટાનો ખર્ચ કરતા નથી. ‘નાટો’માં 30 યુરોપિયન દેશ છે.
• ડોનાલ્ડ ટ્રમ્પ આક્રમક નેતા તરીકે જાણીતા છે. તેઓ યુક્રેનને અમેરિકાની સહાય રોકવાનો નિર્ણય લઈ શકે છે. જોકે, ટ્રમ્પનો દાવો છે કે અમેરિકા યુક્રેનને 10.50 લાખ કરોડ રૂપિયાની સહાય આપી ચૂક્યું છે. જ્યારે આંકડા અનુસાર, અત્યાર સુધીમાં યુરોપ યુકેનને 12 લાખ કરોડ રૂપિયાથી વધુની મદદ કરી ચૂક્યું છે.
• યુરોપિયન યુનિયન (ઇયુ)ના ઉપપ્રમુખ કાજા કલાસનું કહેવું છે કે ફ્રી વર્લ્ડને હવે એક નવા નેતા (ટ્રમ્પ નહીં)ની જરૂરી છે. તેનો અર્થ એ થયો કે ઈયુ હવે યુક્રેન યુદ્ધના નામે અમેરિકા સાથેના તેના સંબંધો ઘટાડવાના પ્રયાસોમાં આગળ ટ્રમ્પ પહેલાંથી ઈયુ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી ચૂક્યા છે.