ટ્રમ્પે ઝેલેન્સ્કીને તતડાવ્યા, લાખોએ જીવંત પ્રસારણ જોયું

Wednesday 05th March 2025 04:39 EST
 
 

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની મુલાકાત ફળદાયી રહેવાની અપેક્ષાએ ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર તેમની ચર્ચાનું લાઈવ સ્ટ્રીમિંગ થયું હતું. જેમાં અમેરિકા-યુક્રેન વચ્ચે સમજૂતી કરારની જાહેરાત થવાની હતી. 45 મિનિટની ચર્ચામાં છેલ્લી 10 મિનિટ દરમિયાન ઝેલેન્સ્કી-ટ્રમ્પ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી અને અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સ પણ તેમાં જોડાયા હતા.
ઝેલેન્સ્કીએ રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતનો ઈતિહાસ કહેવાની શરૂઆત કરી હતી. તેમની વાતને વાન્સે વચ્ચેથી કાપી નાખી હતી અને અમેરિકન મીડિયા સમક્ષ આ પ્રકારના નિવેદનોને અનુચિત ગણાવ્યા હતા.
ઝેલેન્સ્કીએ વાન્સના વિરોધનો પ્રયાસ કરતાં ટ્રમ્પે ઝુકાવ્યું હતું. ટ્રમ્પે ઝેલેન્સ્કીની હરકતોને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ દોરી જનારી ગણાવી હતી અને તેઓ લાખો લોકોના જીવન સાથે જુગાર રમી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકાએ રશિયા સામેના યુદ્ધમાં આપેલી સહાયની યાદ અપાવી ઝેલેન્સ્કીને ચૂપચાપ અમેરિકાની શરતો માનવા રીતસરના તતડાવ્યા હતા અને ઝેલેન્સ્કી અમેરિકાની વાત ના માને તો યુક્રેનને તેના હાલ પર છોડી દેવાની ચીમકી પણ આપી હતી.




to the free, weekly Gujarat Samachar email newsletter