અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો વચ્ચે શનિવારે યોજાયેલી ડિનર મીટિંગ અખબારોમાં છવાઇ છે. ટ્રમ્પે પ્રમુખપદે શપથ પૂર્વે જ કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવા ઇરાદો વ્યક્ત કર્યો છે. આ જાહેરાત સાથે કેનેડાના વડાપ્રધાન ટ્રમ્પને મનાવવા મારતે ઘોડે કેલિફોર્નિયા પહોંચ્યા હતા. ટ્રમ્પે ટ્રુડોને ડીનર કરાવ્યું, બન્ને નેતાઓએ હસતા મોઢે ફોટો પણ પડાવ્યા, પરંતુ ટ્રમ્પે ટેરિફ લાદવાના નિર્ણય અંગે ટ્રુડોને કોઇ મચક નહીં આપતાં તેમને ખાલી હાથે જ કેનેડા રવાના કર્યા હતા.