વોશિંગ્ટનઃ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સંસદમાં પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીને ૧૮મીએ પત્ર લખીને જણાવ્યું કે, ત્રણ દેશોનો પ્રવાસ સ્થગિત કરો. ટ્રમ્પે પેલોસીને લખ્યું, તમને જાણ કરતા ખેદ થાય છે કે સરકારનું કામકાજ બંધ હોવાથી જરૂરી વાટાઘાટો માટે તમારી દેશમાં જરૂરિયાત છે. તમારો બ્રસેલ્સ, ઇજિપ્ત અને અફઘાનિસ્તાનનો પ્રવાસ મુલતવી રખાયો છે. શટડાઉન બાદ ૭ દિવસનો પ્રવાસનું પ્લાનિંગ ફરીથી તૈયાર કરાશે. પેલોસી બ્રસેલ્સ, ઇજિપ્ત અને અફઘાનિસ્તાનના પ્રવાસ દરમિયાન સૈન્ય અધિકારીઓ અને સૈનિકોની મુલાકાત લેવાનાં હતાં. આ પહેલાં પેલોસીએ ટ્રમ્પને ૨૯ જાન્યુઆરીએ યોજાનારું તેમનું વાર્ષિક સંબોધન સ્થગિત કરવા સૂચન કર્યું હતું.