મોસ્કો: રશિયાના નોવોસિબિર્સ્ક શહેરમાં એક ખાસ મ્યુઝિયમ બન્યું છે, જેને ‘ડાન્સ ઓફ ડેથ’ નામ અપાયું છે. અહીં ૮૦ કંકાલ અને મમી રકાયા છે. તેમાંથી અમુક મમી અસલ જ્યારે અમુક આર્ટિફિશયલ છે. મ્યુઝિયમ ખાસ કરીને કંકાલ અને મમી પસંદ કરનારાઓ માટે બનાવાયું છે.
મ્યુઝિયમના સંચાલકોનું કહેવું છે કે અહીં લોકોને રાત વીતાવવાની પણ તક મળશે. મ્યુઝિયમની તસવીરોમાં વિવિધ દેશોના લોકોની ઓળખ, રહેણી-કરણી અને તેમનો પહેરવેશ દર્શાવાયો છે. આ દેશોમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને રશિયાનો સમાવેશ થાય છે. મ્યુઝિયમમાં કંકાલ અને મમીનું એક્ઝિબિશન મધ્યકાલીન યુગના ધારણા નૃત્ય કે મોતના આધાર પર તૈયાર કરાયું છે, જે ૨૦મી સદીની પ્રારંભિક સંસ્કૃતિનો હિસ્સો હતા.
યુરોપના દેશો અને રશિયાથી ડ્રેસ મંગાવીને મમી અને કંકાલને પહેરાવાયાં
મ્યુઝિયમના હેડ સર્જે યાકુશિનનું કહેવું છે કે આપણા સૌનું શરીર નાશવંત છે. બધાનું મોત નિશ્ચિત થાય છે તે વિચાર સાથે એક્ઝિબિશનની શરૂઆત કરાઈ છે. મ્યુઝિયમમાં ૮૦ કંકાલ અને મમી પીરિયડ કોસ્ચ્યુમમાં રખાયા છે. આ બધાના ડ્રેસ રિયલ છે, જે યુરોપના દેશો અને રશિયાથી લાવવામાં આવ્યા છે. ૧૭મીથી ૧૯મી સદીના લોકોના પહેરવેશ જેવો લુક અપાયો છે.