મુંબઇઃ ગીતાંજલિ જેમ્સનો માલિક મેહુલ ચોક્સી દુનિયાની ડાયમંડ કેપિટલ બેલ્જિયમના શહેર એન્ટવર્પમાં પત્ની પ્રીતિ અને દીકરી સાથે રહેતો હતો. એન્ટવર્પના પોશ વિસ્તાર ઈલેન્ચેના બિટવાઈનસ્ટ્રાટમાં ચોક્સીનું એપાર્ટમેન્ટ છે. પોતાની ધરપકડ અને પ્રત્યર્પણ સામે હવે ચોક્સીએ યુરોપના સૌથી મોંઘા વકીલમાંથી એક પોલ બિકાયથને રોક્યા રાખ્યા છે. પોલ યુરોપના અનેક ચર્ચિત કેસમાં વકીલાત કરી ચૂક્યા છે.
ચોક્સી જાન્યુઆરી 2018માં ભારતથી અમેરિકા અને પછી કેરેબિયન દ્વીપ સમૂહના દેશ એન્ટિગુઆમાં રહેતો હતો. તેણે રોકાણના બદલામાં નાગરિકતા મેળવી હતી. 2021માં કેરેબિયન દ્વીપ સમૂહના દેશ ડોમેનિકામાં કથિત રીતે કેટલાક લોકોએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો. ચોક્સી ડોમેનિકાની જેલમાં પણ રહ્યો. મેહુલની પત્ની પ્રીતિ બેલ્જિયમની નાગરિક છે. ભારતમાં તેના માનવાધિકારોનું જોખમ હોવાનું કહીને ચોક્સીએ નકલી દસ્તાવેજોથી બેલ્જિયમમાં એફ રેસિડેન્સી કાર્ડ બનાવી લીધી છે. પોતાને બ્લડ કેન્સરથી ગ્રસ્ત ગણાવીને ચોક્સીએ એફ પ્લસ કાર્ડ બનાવી સ્વિટ્ઝર્લેન્ડમાં સારવાર માટે જવાનું પ્લાનિંગ હતું. પરંતુ ભારતીય તપાસ એજન્સીઓએ બેલ્જિયમનો સંપર્ક કરીને ચોક્સીની ધરપકડ કરાવી હતી.