સાનફ્રાન્સિસ્કોઃ આશરે ૧ વર્ષથી વધુના પ્રયાસો બાદ અંતે ડિઝનીએ રૂપર્ટ મર્ડોકની કંપની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સ સાથે રૂ. ૪.૯ લાખ કરોડ (૭૧ અબજ ડોલર)માં મર્જર કર્યું છે. મર્જર બાદ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સનો નૂવી સ્ટુડિયો ડિવિઝન, સ્ટ્રીમિંગ સર્વિસ હુલુ અને ફોક્સ ટેલિવિઝન ગ્રુપમાં ૩૦ ટકા હિસ્સો ડિઝનીએ હસ્તગત કર્યો છે. તેમજ નેશનલ જિયોગ્રાફિક અને સ્ટાર ઇન્ડિયાની માલિકી પણ ડિઝની પાસે ગઈ છે. ડિઝનીના ચેરમેન-સીઈઓ બોબ આઇગરે જણાવ્યું છે કે, આ અમારા માટે અસામાન્ય અને ઐતિહાસિક ક્ષણ છે. કંપની અને શેર હોલ્ડર્સ માટે ડીલ લોંગ ટર્મ માટે મહત્ત્વપૂર્ણ રહેશે.