વોશિંગ્ટન: ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે ડેટ્રોઇટ શહેરમાં એક યહૂદી મહિલાની હત્યા કરાઇ છે. હુમલાખોરોએ યહૂદી પ્રાર્થના સ્થાન બોર્ડ અધ્યક્ષ સામંથા વોલની ક્રૂર હત્યા કરી નાંખી હતી. પોલીસના જણાવ્યા મુજબ શનિવારે સવારે 6.30ના સુમારે લાફાયેત પાર્ક ખાતે આવેલા નિવાસસ્થાન બહાર જ સામંથા ઢળી પડેલી હાલતમાં મળી આવ્યાં હતાં. તેમના પર હુમલાખોરોએ ખંજરથી હુમલો કર્યો હતો.