ડોનાલ્ડ ટ્રમ્પ ટાઇમ પર્સન ઓફ ધ યર જાહેર

Wednesday 14th December 2016 07:46 EST
 

નવી દિલ્હીઃ અમેરિકાના વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત એવોર્ડ ‘ટાઇમ પર્સન ઓફ ધ યર’ જાહેર થયા છે. વિખ્યાત મેગેઝિનના આવતા મહિનાના કવરપેજ પર તેમની તસવીર પ્રસિદ્ધ થશે. મેગેઝિને ટ્રમ્પને ‘પ્રેસિડેન્ટ ઓફ ધ ડિવાઇડેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા?’ ગણાવ્યા છે. પર્સન ઓફ ધ યરની રેસમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી રીડર્સ પોલમાં ટોચનાં સ્થાને હતા. જોકે ભૂતકાળમાં બન્યું છે તે આ વખતે અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી વિજેતા થયેલા ઉમેદવાર પર્સન ઓફ ધ યર જાહેર થયા છે. બીજી તરફ, અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી હારી જનારાં હિલેરી ક્લિન્ટન એકાએક આ યાદીમાં બીજા સ્થાને પહોંચી જતાં રનર-અપ જાહેર થયા છે. અમેરિકામાં ૧૯૨૭માં ટાઇમ મેગેઝિનનો પ્રારંભ થયો છે. અત્યાર સુધીમાં એકમાત્ર ભારતીય ગાંધીજીને ૧૯૩૦માં આ ખિતાબથી સન્માનિત કરાયા હતા. ૧૯૯૯માં આ ખિતાબનું નામ મેન ઓફ ધ યરથી બદલીને પર્સન ઓફ ધ યર કરવામાં આવ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter