કાબૂલઃ અફઘાનિસ્તાનમાં તાજેતરમાં કરાયેલા આતંકી હુમલામાં કેટલાક અફઘાન સૈનિકો સાથે એક અમેરિકન સૈનિકનું મોત થયા પછી યુએસ પ્રમુખ ટ્રમ્પ વિફર્યા હતા અને તાલિબાનો સાથેની શાંતિમંત્રણા તુરંત રદ કરી હતી. આ પછી તાલિબાનોએ પણ અમેરિકાને ખુલ્લી ધમકી આપીને કહ્યું હતું કે હવે વધુ અમેરિકનો મરશે. અમેરિકાને વધુમાં વધુ નુકસાન કરવામાં આવશે. તાલિબાનનાં પ્રવકતા ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું હતું કે, ટ્રમ્પ જ્યારે હુમલાની ટીકા કરી રહ્યા હતા ત્યારે અમેરિકાની સેના અફઘાનસ્તાનમાં સતત બોમ્બ વરસાવતી હતી. અમેરિકાને કોઈ દુઃસાહસ મોંઘુ પડશે.